દરરોજ સંભોગ કરવાથી જિંદગીભર ડોક્ટરની જરૂર પડતી નથી- ભારતનું આ મંદિર પણ શીખવે છે કામસૂત્રની સ્ટાઈલ

એક પ્રખ્યાત યુનિવર્સિટીના રિસર્ચરોએ સેક્સ માટે નવું સૂત્ર કાઢ્યું છે. રોજ સેક્સનું ઓર્ગેઝમ માણવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે અને ડૉક્ટરની જરૂર નથી પડતી. આ વિધાન પુરુષો પર સ્ટડી કરીને તારવવામાં આવ્યું છે. રિસર્ચરોએ ૪૦ થી ૬૯ વર્ષના પંદર હજાર પુરુષોના અભ્યાસ પરથી આ તારણ કાઢ્યું છે. રિસર્ચરોએ વોલન્ટિયરોને તેમની અત્યાર સુધીની જિંદગીમાં જનરલ હેલ્થ અને સેક્સ્યુઅલ હેલ્થને લગતી પ્રશ્નાવલિ ભરાવીને આ નોંધ્યું છે. યંગ એજમાં સેક્સ્યુઅલ પ્રૉબ્લેમ્સ પણ ઓછા મોટા ભાગના કેસમાં પહેલાં સેક્સ્યુઅલ પ્રૉબ્લેમ્સની શરૂઆત થઈ હતી અને પછી હેલ્થ-પ્રૉબ્લેમ્સની.

રિસર્ચરોએ એ પણ નોંધ્યું છે કે જે લોકો નિયમિત અને ડેઈલી સેક્સ માણતા હતા તેમનામાં નાના-મોટા હેલ્થ-પ્રૉબ્લેમ્સ થવાની શરૂઆત મોડેથી થઈ હતી.

રોજ કામસુખની ચરમસીમા અનુભવવાની વાત કેટલે અંશે પ્રેક્ટિલક છે? રોજ ઓર્ગેઝમ માણવું એનો અર્થ શું છે? જે ચીજ રોજેરોજ દૈનિક જીવનમાં વણાઈ જાય એનું પછી કોઈ ેઅક્સાઈટમેન્ટ રહે ખરું? વળી, આ રિસર્ચમાં ભાગ લેનારી વ્યક્તિઓનું કોઈ મેડિકલ ચેકઅપ નથી કરવામાં આવ્યું. પરંતુ માત્ર વ્યક્તિગત અનુભવો અને ગમા-અણગમાને જ આવરવામાં આવ્યા છે. મેડિકલ બેક-અપ વિના આ આંકડાઓ પર મદાર રાખીને કોઈ વાત સ્વીકારી લેવી વધુ પડતું કહેવાશે. આ સૂત્ર પાછળનું વૈજ્ઞાાનિક બેક-અપ સમજવું હોય તો ઓર્ગેઝમ દરમ્યાન શું થાય છે અને એ વખતે શરીરમાં શું ફેરફારો થાય છે એ સમજવું પડે.

 

સેક્સ એ માનવીની અંગત લાગણી તેમ જ આનંદ મેળવવા માટે કુદરતે રચેલો અદ્ભુત માસ્ટરસ્ટ્રોક છે. સેક્સ પછી અનુભવતી સુખની અનુભૂતિની આ લાગણીને આપણે ઓર્ગેઝમ તરીકે ઓળખીએ છીએ. ઓર્ગેઝમ દરમ્યાન થતી અનુભૂતિને શબ્દમાં વર્ણવવી અઘરી છે. એ છતાં સમજાવવું જ હોય તો ઓર્ગેઝમને છીંક સાથે સરખાવી શકાય. છીક આવે ત્યારે શું થાય છે એનું વર્ણન કરવું અઘરું હોય છે. પરંતુ એક વાર છીંક ખાઈ લો પછી સમજાય કે એમાં શું થાય છે. સ્ત્રી અને પુરુષમાં ઓર્ગેઝમની અનુભૂતિ સરખી હોય છે. પરંતુ લક્ષણો જુદાં જુદાં હોય છે.

સેક્સ દરમ્યાન ચરમસીમા અનુભવાય ત્યારે મગજનું ચોક્કસ કેન્દ્રમાંથી ઓક્સિટોસિન અને પ્રોલેક્ટિન નામનાં ન્યુરો-હોર્મોન્સ રિલીઝ થાય છે. આ હોર્મોન્સ સુખની અનુભૂતિ કરાવે છે. આ હોર્મોન્સ મગજ અને શરીર બન્ને પર અસર કરે છે જેને કારણે વ્યક્તિનો મૂડ સુધરે છે અને બ્લડ-સર્ક્યુલેશનમાં અસર પડે છે. આ જ કારણોસર સેક્સક્રીડાને હેલ્થ-બસ્ટર કહેવામાં આવી છે.

 

ઓર્ગેઝમથી શરીર અને મન પર પૉઝિટિવ અસર પડે છે એ વાતની ના નથી, પરંતુ સવાલ એ આવે કે એને દૈનિક ક્રિયા બનાવી દેવાથી એનો ફાયદો થાય કે નહીં? સાઈકોલોજી અનુસાર કોઈ પણ ચીજમાં નાવીન્ય હોય ત્યાં સુધી એ વધુ ઉત્તેજક અને આનંદદાયી રહે છે. સેક્સક્રીડા રોજ દિનચર્યાની જેમ કરવામાં આવે તો એ ક્રીડામાં ખરો ચાર્મ અને ઉત્તેજના ટકે નહીં. સેક્સમાં બન્ને પાર્ટન્ટરની શારીરિક-માનસિક ઉત્તેજનાનો મોટો ફાળો હોય છે.

નાવીન્ય ઘટતાં મોનોટોની આવી જાય છે જેને કારણે ઉત્તેજના ઘટે છે. જેટલી ઉત્તેજના ઓછી એટલી એ પછી સુખની લાગણી પણ ઓછી થઈ શકે છે. આ જ ક્રિયા લાંબા ગાળે સેક્સ માટે અણગમો પેદા કરે એવું પણ બની શકે છે.

વીર્યસ્ખલન અને ઓર્ગેઝમ એ બે જુદી બાબતો છે. એવું શક્ય છે કે વ્યક્તિ સંતોષ અને સુખ અનુભવે, પરંતુ એ વખતે વીર્યસ્ખલન ન થાય. બીજી તરફ વીર્યસ્ખલન થઈ જાય છતાં સંતોષ ન અનુભવે એવું પણ બની શકે છે. ઓર્ગેઝમ અનુભવવા માટે હંમેશાં સેક્સમાં રાચવું જ એ જરૂરી નથી. સેક્સની કલ્પના, ઈન્ટિમસી અને પાર્ટનર સાથેના ઈન્ટિમેટ અને ઉત્તેજક સહવાસ માત્રથી પણ વ્યક્તિને ઓર્ગેઝમનો અનુભવ થઈ શકે છે.

ઓર્ગેઝમ એ કોઈ ચીજ નથી જે તમે તમારા પાર્ટનરને આપી શકો. એક સારા પાર્ટનર તરીકે તમે બીજી વ્યક્તિને આનંદ અનુભવાય એવી પરિસ્થિતિ નિર્માણ જરૂર કરી શકો છો.

પ્રાચીન ભારતીય વાસ્તુકલાના એવા ઘણા નમૂના મળે છે, જે દર્શાવે છે કે પ્રાચીન સમયમાં સેક્સ અંગે લોકોના વિચારો મોકળાશભર્યા હતા. ઓડિશામાં આવેલા કોણાર્ક સૂર્યમંદિરમાં નગ્ન મૂર્તિઓ કોતરાયેલી છે. એ જ રીતે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી અજંતા અને ઇલોરાની ગુફાઓમાં પણ નગ્ન યુવતીઓની મૂર્તિઓ બનેલી છે. અજંતાની ગુફામાં થયેલાં ચિત્રો ઈસુ પૂર્વે 200 વર્ષ પહેલાંનાં છે. તે જ રીતે ઇલોરાની કલાકૃતિઓ પાંચથી દસમી સદી દરમિયાન બનેલી મનાય છે.

મધ્ય પ્રદેશના ખજુરાહો મંદિરમાં પણ ખુલ્લેઆમ જાતીય સમાગમનું ચિત્રણ કરાયેલું છે. આ મંદિર એક હજાર વર્ષ જૂનું મનાય છે. ચંદેલ રાજાઓએ સન 950થી 1050 દરમિયાન તેને ચણાવ્યાં હતાં. તે વખતે કુલ 85 મંદિરો બનાવવામાં આવ્યાં હતાં, પણ તેમાંથી અત્યારે 22 જ બચ્યાં છે. યુનેસ્કોએ 1986માં ખજુરાહોને વર્લ્ડ હેરિટેજ સ્થળ જાહેર કર્યું છે. આ મંદિરોના શિલ્પોમાં દરેક પ્રકારના સમાગમનું નિરૂપણ જોવા મળે છે. દરેક પ્રકારના સેક્સનાં આસનો બતાવાયાં છે અને એક સાથે ત્રણ વ્યક્તિઓ વચ્ચે યૌનસંબંધો દર્શાવાયા છે.

અનોખી બાબત છે કે હમણાં સુધી ભારતમાં સમલૈંગિક સંબંધો ગેરકાનૂની હતા, પણ સદીઓ પહેલાં આ દેશમાં શિલ્પોના માધ્યમથી સમલૈંગિકતા બતાવવામાં આવી હતી. 13મી સદીમાં માઉન્ટ આબુ પાસેના દેલવાડાનાં મંદિરોમાં પણ સંગેમરમરમાં અંતરંગ સંબંધોનાં શિલ્પો બનેલાં છે.

 

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

Leave a Comment